સ્થાપના ક્યારે ?
સં. ૨૦૨૦ ના મહાવદ ૩ ના મંગલ દિવસે, બોરસદ મુકામે.
પ્રેરક કોણ ?
પુ.વિદ્રાન મુનિરાજ શ્રી મિત્રાનંદ વિજયજી મહારાજ ( પાછળથી આચાર્ય )
ઉદ્દેશ શું.?
શ્રી તીર્થકરભગવંતોએ ફરમાવેલા સર્વકલ્યાણકર તત્વો અને આચારમાર્ગોને અધતનશૈલીથી પીરસતું શ્રુત સાહિત્ય પ્રગટ કરવું. એનો દૂર- સુદૂર પ્રચાર કરવો.
વિજ્ઞાનની આંધીથી દિગ્મૂઢ બનેલા વર્ગને આ સાહિત્ય દ્વારા દિશાસૂચન કરવું.
વિજ્ઞાનયુગની વિનાશક આંધીથી બચવાની અને પોતાની વૃતિ અને પ્રવૃતિને શુભના માર્ગે વાળવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર વર્ગને સમ્યગ્જ્ઞાનની પિપાસા છે. સદ્દવાચનની ભૂખ છે. એ ક્ષુધા અને પિપાસા સંતોષવી.
પરમ પૂજય પરમારાધ્યાપદ સિદ્ધાંતમહોદધિ સંઘ શિરતાજ સંયમત્યાગતપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના અનન્યકૃપા પત્ર અને પરમ પૂજય પ્રભાવકપ્રવચનકાર વિદ્ધદશિરોમણી પન્યાસપ્રવરશ્રી ભાનુવિજયજી મહારાજના અનન્ય સુવિનીત શિષ્યરત્ન પ્રશમમૂર્તી સ્વ. પૂ. પન્યાસ પ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્ય પાર્થિવ દેહે ભલે આજે આપણી વચ્ચે નથી પણ એમના ઉજ્જવલ યશોદેહની અસ્તિ યાવચંદ્ર દિવાકરો રહેશે.
જીનાશાસનના ગગનાં ગણમાં એ મહાપુરુષે તેજસ્વી સિતારા તરીકે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ શ્રી ના ઉજવળ યશોદેહના પૂરક્તત્વો પદ્મસુવાસ નામના પુસ્તકમાં અક્ષરદેહ પામ્યા છે તે મહાપુરુષનાપૂણ્યનામની સ્મૃતિદ્વારા તેમનો ભવ્યાતિભવ્ય મોક્ષમાર્ગનો પુરુષાર્થ ભવ્યાત્માંઓને આદર્શ આપતો રહે એ શુભાષયથી તેઓશ્રીના સુશિષ્ય અને અમારા બોરસદ સંઘના ઉપકારી પૂ. મુનિરાજશ્રી મિત્રાનંદ વિજયજી મહારાજની શુભપ્રેણનાથી સં. ૨૦૨૦ ના મહાવદ ૩ ના મંગલ દિવસે નડિયાદ નિવાસી શા. બાપુલાલ મોતીલાલ વાસણવાળા તરફથી શ્રીશાંતિ જિનમંદિરમાં સિદ્ધચક્રયંત્રની પધરામણીના મંગલવાતાવરણ વચ્ચે પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળાની મંગલ સ્થાપના થઇ. એનું વ્યવસ્થા કાર્ય પૂ. મહારાજશ્રી એ અમને સોપ્યું છે. સમગ્યાનનો સેવા અને વ્યવસ્થિત પ્રચાર દ્વારા આત્મશ્રેય સાધવાસાથે અન્ય આત્માઓને આત્મકલ્યાણની પ્રેરણામાં યાત્કિચિત્ત નિમિત બનવાથી ભવોભવ ધર્મપ્રાપ્તિ થઇ શકશે. એજ શુભાશયથી આ શુભકાર્ય અમોએ સ્વીકાર્યું છે.
વર્તમાન યુગમાં અક્ષરજ્ઞાનના બહુમુખી વિકાસ સાથે વાચન પણ ખુબ વધવા પામ્યું છે. નવલકથાઓ, ડીટેકટીવ વાર્તાઓ, વિલાસ અને શૃંગાર પોષક સાહિત્યનો પ્રચાર પૂરજોશમાં થઇ રહ્યો છે. એના વાંચનથી પરલોકધ્ર્ષ્ટિ ભુલાતી જાય છે. આર્ય સંસ્કૃતિના સંસ્કારો લુપ્ત થતા જાય છે. અનૈતિકતા અને અધાર્મિકતા ફાલીફૂલી રહી છે. માનવ કેવળ ભૌતિક સુખનો ગુલામ બની રહ્યો છે. ધર્મપ્રદાન ભારતદેશના મસ્તકે આના જેવું બીજું શું કલંક હોઈ શકે ?
તેમ છતાં એવો પણ વર્ગ છે કે જે વિજ્ઞાનયુગની વિનાશક આંધીથી બચવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. એ વર્ગને પોતાની વૃતિ અને પ્રવૃત્તિ શુભના માર્ગો વાળવા સામ્યગ જ્ઞાનની પિપાસા છે. સદ્દ્વિચારનો ખોરાક જોઈએ છે.- સદવાંચનની ભૂખ છે.
આજે જૈન સમાજ સંઘ તરફ એક વેધકદ્રષ્ટી નાખતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે આબાલ-વૃદ્ધ સૌમાં જૈનધર્મ વિષયક અજ્ઞાન ખુબ જામી પડેલું છે. એથી શ્રદ્ધાબળ તેમજ નિત્યનૈતિક અનુ અનુષ્ઠાનોમાં શિથીલતા વ્યાપી રહી છે. ધર્મના વિવિધ અંગોને ઘસારો પહોચે છે. જૈનશાસન અને શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘના બંધારણને આચકો લાગી રહ્યો છે.
આજની શિક્ષણ પદ્ધતિ આર્યસંસ્કૃતિ, પ્રાચીન વિદ્યાભ્યાસની પદ્ધાતીના અને જૈન ધર્મના પાયામાં સુરંગરૂપ છે. પાશ્ચાત્ય અનુંકરણવળી જીવન પદ્ધતિમાં ધાર્મિકતા અને સાત્વિકતાના ચૂરેચૂરા થઇ રહ્યા છે. આપણી બેસવાની ડાળપર થતા આ કુઠારાધાતને અટકાવવાની અને આપણને ભવપાર કરનારા જહાજને પડતા કાણા પૂરવાની સૌની ફરજ છે. અમે આપ સૌના સહકારથી એ કાર્ય કરવા માંગીએ છીએ.
અમારી આ ગ્રંથમાળા ધીમા પણ નક્કર પગલે પ્રગતિશીલ બની તાત્વિક શ્રુત-સાહિત્યના રસથાળ વાચકોના કરકમળમાં ધરશે.
અમારી આ સાહિત્યસંસ્થા સિદ્ધહસ્ત લેખકોને ભાવભર્યું આમંત્રણ આપે છે. લેખન માટે ગ્રંથમાળાની શરત એ છે કે લખાણ જિના ગમને બાધક ન હોવું જોઈએ. ભાષા અધતન, પ્રૌઢ અને પ્રાસાદિક હોવી જોઈએ. લખાણ નૈતિકતા અને ધાર્મિકતાનું પોષાક હોવું જોઈએ.
જ્ઞાનનિધિ ચરિત્રરત્ન પૂજ્યપાદ
પંન્યાસસશ્રી પદ્મવિજયજી ગણિવરના
પ્રથમ શિષ્યરત્ન પૂજ્યપાદ
ધર્મતીર્થપ્રભાવક, ગચ્છસ્થવિર,
અખંડબાલબ્રહ્મચારી, સિદ્ધાંતસંરક્ષક,
આચાર્યદેવ શ્રીમદ્
વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા
શિલ્પશાસ્ત્રવિશારદ, આગમ અભ્યાસી,
વિધિ-વિધાન મર્મજ્ઞ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્
વિજય ભવ્યદર્શનસૂરીશ્વરજી મહારાજ
c/o (m) 099090 10021
જ્યોતીન્દ્રભાઈ જે. શાહ
૩-બી, કંચનતારા એપાર્ટમેન્ટ,
જૈનનગર, સુવિધા શોપિંગ સેન્ટર પાછળ,
પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭.
( ઓં ) ૨૨૧૧૪૬૬,
૨૨૧૬૧૩૫૨
( રે ) ૨૬૬૫૦૬૨૬
( મો ) ૯૮૨૪૨૫૨૯૭૮
Copyright © Dharmdoot Monthly. All Rights Reserved | Design By Young World Group